Explore Themes

A Powerful Drama – Tapp The Inner Strength

images
Language : English

સમગ્ર જિનશાસનની ગરિમાને દેશ-વિદેશમાં ઉજાગર કરી રહ્યો, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની લઘુસિંહનિષ્ક્રિડિત મહાતપ સાધનાનો તપોત્સવ

 

બેજોડ નાટ્ય પ્રસ્તુતિ ” તપ –ધ ઇન્નર સ્ટ્રેન્થ”  ના દ્રશ્યોની સાથે વિવિધ સંપ્રદાયના સંત – સતીજીઓની ઉપસ્થિતિ સહુને જિનશાસન પ્રત્યે વંદિત કરી ગઈ

 

જેને તપમાં આનંદ અપાર અને પારણામાં આંસુનો પાર ન હોય તેની તપસ્યા સાર્થક થઈ જાય.

 

જે તપસ્વીના ચહેરા પર પારણા સમયે આનંદ હોય એની તપસ્યા નિરર્થક બનીજાય.

 

તપોત્સવ તે માત્ર તપનો ઉત્સવ નથી, હજારો આત્મા માટે તપની પ્રેરણાનો ઉત્સવ હોય.

 

એક તપસ્વીનો પુરુષાર્થ, અનેક માટે તપની પ્રેરણા બની જાય.

 

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

 

તપસ્વી આત્માઓની તપ આરાધનાને સ્વયંના તપની પાવન પ્રેરણા બનાવી લેવાનો હિતકારી સંદેશ પ્રસરાવીને ઉજવાયો હતો રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબનો તપોત્સવનો અવસર.

187 દિવસમાં 154 ઉપવાસની આરાધના કરી રહેલા તપકેસરી મુનિરાજની અનુમોદના કરતાં છેલ્લા કેટલાય દિવસથી બોરીવલી-કાંદિવલી પાવનધામના આંગણે ઉજવાઇ રહેલો તપોત્સવનો અવસર જ્યારે સમગ્ર દેશના ખૂણે ખૂણેથી તેમ જ વિદેશનાં અનેક ક્ષેત્રોથી જોડાયેલા હજારો ભાવિકો દ્વારા અનુમોદીત અને વંદિત બની રહ્યો છે ત્યારે તપ અને તપસ્વીની અનુમોદના અર્થે વિશેષરૂપેલીંબડી અજરામર સંપ્રદાયના સંતો અને અનેક મહાસતીજીઓ,ગોંડલ સંપ્રદાયના ડો. પૂજ્ય શ્રી તરૂલતાબાઈ મહાસતીજીઆદિ 70 સાધ્વીજી, બોટાદ સંપ્રદાયના પૂજ્ય શ્રી વંદનાબાઈ મહાસતીજી આદિ, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂજ્યશ્રી મીનાબાઈ મહાસતીજીઆદિ વિવિધ સંપ્રદાયના પૂજનીય સંત-સતીજીઓએ પધારીને શાસનના આ અવસરની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

આ અવસરે અત્યંત મધુર વાણીમાં તપ અને તપસ્વીનો યથાર્થ મર્મ સમજાવતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે તપશ્ચર્યાની આરાધના અમૂલ્ય હોય છે. પરંતુ એ અમૂલ્ય આરાધના કરનારા તપસ્વી એ હોય જેને તપશ્ચર્યા કરતા આનંદ અપાર હોય અને પારણા કરતા સમયે આંખમાં આંસુનો પાર ન હોય. જે તપસ્વીના ચહેરા પર પારણા કરતા સમયે આનંદ હોય તેની તપશ્ચર્યા પૂર્ણપણે સાર્થક નથી બનતી. જેને તપસ્યામાં આત્મદ્રવ્યની યાદ આવતી રહે તેવા તપસ્વીની તપશ્ચર્યા પૂર્ણપણે સાર્થક બની જતી હોય છે. એવી તપશ્ચર્યાની આરાધના એક આત્મા કરે  ત્યારે તેની તપસ્યા બીજા હજારો આત્માઓ માટે પાવન પ્રેરણા બની જતી હોય છે. તપશ્ચર્યાનો ઉત્સવ તે માત્ર ઉજવણીનો ઉત્સવ ન હોય પરંતુ અનેકો માટે તપની પ્રેરણાનો મહોત્સવ હોય.

ઉપસ્થિત દરેકના અંતરમાં તપ-ત્યાગની જ્યોત પ્રજ્વલિત કરી જનારી પરમ ગુરુદેવની વાણી સાથે જ આ અવસરે શ્રી સચિનભાઈ શાહ દ્વારા નિર્મિત, શ્રી વિમલભાઈ ઉપાધ્યાય લિખિત અને શ્રી પંકજભાઈ ત્રિવેદી અને શ્રી શૈલેજા શુક્લા દ્વારા દિગ્દર્શિત “તપ – ધ ઇન્નર સ્ટ્રેન્થ” નાટીકા ની બેજોડ પ્રસ્તુતિ દર્શાવવામાં આવી હતી.જૈન દર્શનના ગૌરવવંતા પાત્ર સુંદરી અને ચંપા શ્રાવિકાનાં પાત્રને જીવંત કરતા આ નાટિકાનાં દ્રશ્યો સહુને અંજલિબદ્ધ કરી ગયાં હતાં.

નૂતન દીક્ષિત પરમ વિશુદ્ધિજી મહાસતીજી 21 દિવસ પહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા પામીને આજે 21 દિવસના ઉપવાસ સાથે માસક્ષમણની આરાધના તરફ આગળ વધી રહ્યા છે એ સાથે જ, પરમ સૌમ્યાજી મહાસતીજી અને પરમ દિવ્યતાજી મહાસતીજી અનુક્રમે નિરંતર 233rdઅને 176th આયંબિલ તપની આરાધના સાથે તેમજ પરમ સાત્વિકાજી મહાસતીજી નિરંતર 85thદિવસના પાણી ત્યાગ સાથે સંયમને દીપાવી રહ્યા છે.

દેશ-વિદેશના હજારો ભાવિકોના મસ્તકને અહોભાવથી નત કરી દેનારા તપોત્સવ અંતર્ગત આવતીકાલ તા:13/03/2022 રવિવારના દિને સવારના 8:30 કલાકે, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરસ્તોત્ર જપ સાધના એવમ્ યંત્ર પૂજનના આયોજન સાથે જ દરેક ભાવિકો તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબને પારણું કરાવી શકે તેવું વિશિષ્ઠ આયોજન ગોઠવાયું છે. પંચમ કાળમાં 154 ઉપવાસની મહાન તપ આરાધના કરનારા તપકેસરી મુનિરાજને પારણા કરાવવા, એમના તપની અનુમોદના કરવા આ અવસરે પધારી જીવનને ધન્ય બનાવવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

pressnote 12th march-5
pressnote 12th march-4
pressnote 12th march-3
pressnote 12th march-2
pressnote 12th march-1

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208