Explore Themes

Param Bodh on No Cheating | Dialysis Sahay | 11 Animal Ambulance

images
Language : English

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે પારદર્શકતાનો બોધ પ્રસારી ઉજવાયો પર્વાધિરાજ પર્વનો તૃતીય દિવસ
બેનમૂન નાટિકાના હૃદય સ્પર્શી દ્રશ્યો હજારો ભાવિકોને સેંકડો વર્ષ પહેલાના સમયમાં દોરી ગયા
જરૂરિયાતમંદ દર્દીઓને ડાયાલિસિસ સહાયના સત્કાર્ય પ્રત્યે અહોભાવના પ્રસરી
11 અર્હમ એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા અબોલ પ્રાણીની સેવા માટે અઢી કરોડ જાહેર
આવતીકાલે બપોરે બાળ આલોચના તેમજ રવિવારે ભવ્યાતિભવ્ય ભગવાન મહાવીર જન્મોત્સવ અવસરે અનોખા આયોજન
સ્વાર્થ ચીંટીગનો શ્વાસ હોય છે.
જેટલું પાપ હિંસાનું લાગે એટલું જ પાપ ચીંટીગનું લાગે.
પારદર્શક બનવું તે પણ એક સાધના હોય.
– રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ
જેવા અંદર તેવા બહાર અને જેવા બહાર તેવા અંદર એવા સરળ બનીને પરમાત્માના બ્રેઇન ચાઈલ્ડ બની જવાના અત્યંત પાવનકારી બોધ સાથે કચ્છના પુનડી ગામમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાયેલો પર્વાધિરાજ પર્યુષણ પર્વનો તૃતીય દિવસ અત્ર તત્ર સર્વત્ર અહોભાવના અત્તર છાંટણા કરી ગયો હતો.
પુનડી ગામના વતની અને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ 42 સંત-સતીજીઓના કચ્છ કલ્યાણકારી ચાતુર્માસનો સમગ્ર લાભ લેનારા શ્રી SPM પરિવારના સહયોગે આયોજિત પર્વાધિરાજ પર્વના ક્ષમાપના ઉત્સવમાં સમગ્ર પુનડીના ક્ષત્રિય, ગોસ્વામી આદિ દરેક જ્ઞાતિના ભાવિકો ઉપરાંત સમગ્ર દેશ- વિદેશના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની આદી 156થી વધુ દેશના મળીને હજારો – લાખો ભાવિકો લાઈવના માધ્યમને જોડાઈને પોતાની આત્મશુદ્ધિમાં આગળ વધી રહ્યા છે.
કચ્છના શાંત-રમણીય વાતાવરણમાં વહેલી સવારના સમયે આત્મ હળવાશની અનુભૂતિ કરાવતા ઇનર ક્લિનિંગ કોર્સની વિશિષ્ટ ધ્યાન સાધના બાદ ડુંગર દરબારના વિશાળ શામાયાણા સ્વરૂપ ભવ્ય સમવશરણમાં પ્રભુના કલ્યાણકારી વચનોને અત્યંત મધુર વાણીમાં વહાવતા પરમ ગુરુદેવે કહ્યું હતું કે આખો સંસાર કદાચ છૂટી શકે કે ન છૂટી શકે, અન્ય કોઈ મોટી સાધના થઈ શકે કે ન થઈ શકે પરંતુ જેનો ચીંટીગનો નેચર શુદ્ધ- વિશુદ્ધ થઈ જાય એ નજીકના ભવિષ્યમાં સંસારથી મુક્ત બની જાય. પ્રભુ કહે છે મારો વારસદાર હોય તે કદી કોઈને ચીટ ન કરે. જેટલું પાપ હિંસાનું હોય તેટલું જ પાપ માયા એટલે કે ચીંટીગનું હોય. માટે જ જેવું અંદરમાં તેવું બહાર અને જેવું બહાર તેવું અંદરમાં એવી ટ્રાન્સપરેન્સી રાખવી તે પણ એક સાધના હોય. આ ભવમાં જે બીજાને છેતરે છે, એને જ કોઈ ચીટ કરી જતું હોય છે. પોતાની જ કરેલી ચીંટીગની એક્શન,પોતાની સાથે થતી ચીંટીગના રૂપમાં રિફ્લેક્ટ થતી હોય છે. પરંતુ જે કોઈને છેતરતા નથી એને પરમાત્મા પણ ચાહે તો કદી છેતરી નથી શકતા.

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208