Explore Themes

On the occasion of Aaymbil Oli , Mangal Pravesh of Param Mahasatiji in Rajkot Royal Park Upashray

images
Language : Gujarati

આવતીકાલથી આયંબિલ ઓળી પર્વનો મંગલ પ્રારંભ

કષ્ટ દેવાવાળા મારા કર્મોના સ્ટોકને ઘટાડવાવાળા હોય છે.

માત્ર બોલવાથી જૈન નથી બનવું, તન અને મનથી પ્રભુ મહાવીર જેવું બનવું છે.

-પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી

રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા-9 રાજકોટના ભાવિકોને આયંબિલ ઓળી પર્વની આરાધના કરાવવા અર્થે શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી. એમ. શેઠ પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રયમાં પધારતા આવતીકાલ 7th એપ્રિલ,2022થી પ્રારંભ થઇ રહેલ આયંબિલ ઓળી પર્વના નવ-નવ દિવસ સુધી અનોખા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પરમ સંબોધિજી મહાસતીજીએ પ્રભુ જેવા બનવાની પ્રેરણા કરતાં ફરમાવ્યું કે, કષ્ટ દેવાવાળા તે કષ્ટ દેવાવાળા નહીં પણ મારા કર્મોના સ્ટોકને ઘટાડવાવાળા હોય છે.માત્ર બોલવાથી જૈન નથી બનવું, તન અને મનથી પ્રભુ મહાવીર જેવું બનવું છે. સામાન્ય પોતાના દુખમાં અન્યનો સપોર્ટ માંગે પણ જે સ્વયંની ક્ષમતાઓથી પોતાના દુખને સહન કરે છે તે શ્રેષ્ઠ બની જતાં હોય છે.

મન પુણ્ય બંધની પ્રેરણા આપતાં પરમ જિનવરાજી મહાસતીજીએ બોધ વચન ફરમાવતાં કહ્યું હતું કે આખું જીવન બીજાને જોઈને બળે, મૃત્યુ પછી બીજા તેને બાળે, શરીર બળે તે પહેલા કર્મોને જ કેમ ન બાળી લઈએ? જે સામાવાળાના ફેસ પર સ્માઇલની લકીર લાવી શકે, તેના મસ્તક પર ક્યારેય ત્રણ લકીર આવતી નથી.

આયંબિલ ઓળી પર્વ અંતર્ગત દરરોજ સવારે 7:00 કલાકે મેડિકેટીવ મેડિટેશન. ત્યાર બાદ 9:30 કલાકે-પ્રવચન, 10:30 કલાકે-વિશિષ્ટ ક્વિઝનું આયોજન,11:30 બાદ આયંબિલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયંબિલ કરતાં સમયે પરમ મહાસતીજી દ્વારા પૂછાયેલ પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપનાર આરાધકને સ્પેશિયલ ગિફ્ટ મળશે. દરરોજ શિશુ દર્શન તેમજ સાંજે 8:30 કલાકે, 20 વર્ષથી નાની બાલિકાઓ તેમજ પુત્ર વધુઓ માટે વિશિષ્ટ કમ્મધમ્મા શિબિર યોજવામાં આવશે.

સંયમીના સંયમ જીવન આધારિત “ટોક શો”નું આયોજન 9th એપ્રિલ,2022 શનિવારે, સાંજે 8:30 કલાકે તેમજ 10th એપ્રિલ,2022 રવિવારે, સવારે 9 કલાકે યુવાનો માટે સ્પેશિયલ શિબિર “યંગ માઇંડ્સ – 360 ડિગ્રી” તેમજ સાંજે 4:30 કલાકે યંગ યોગીસ-સનડે સ્પેશિયલ કિડ્સ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

વિશેષરૂપે બાળકો પણ નાનકડી વયથી તપ કરતા શીખે, તે લક્ષ્યથી બાળકો માટે કિડ્સ કાર્નિવલ અંતર્ગત કિડ્સ સ્પેશિયલ આયંબિલનું આયોજનમાં તેમને ભાવે તેવું આયંબિલનું ભોજન સાથે મનગમતા આકર્ષક ઈનામ સાથે અને જે બાળક સંપૂર્ણ 9 આયંબિલની આરાધના કરશે તેમને બમ્પર પ્રાઇઝ આપવામાં આવશે. આ આયોજન અંતર્ગત સ્કૂલમાં જતાં બાળકોના સમયને ધ્યાનમાં રાખી 3 વાગ્યા સુધી કિડ્સ કાર્નિવલ ઓપન રહેશે. 9th એપ્રિલ, 2022થી ઉપાશ્રયના પ્રાંગણમાં ‘ચખ લે – આહાર સાઇન્સ ફૂડ ફેસ્ટ’ અંતર્ગત પ્રૅક્ટિકલ પ્રયોગો દ્વારા આયંબિલ અને સાઇન્સ વચ્ચેનો સંબંધ તેના ફાયદાઓ આદિ પર સમજાવવામાં આવશે. શ્રી સંઘ તરફથી સર્વ ધર્મપ્રેમી ભાવિકોને આવતીકાલથી આરંભ થતાં આયંબિલ ઓળી પર્વના અનેકવિધ આયોજનમાં જોડાઈ જવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Aaymbil Oli 4
Aaymbil Oli 3
Aaymbil Oli 2
Aaymbil Oli 1

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208