Explore Themes

Mumukshu Shri Ria didi Dadia Viday

images
Language : Gujarati

અત્ર તત્ર સર્વત્ર ત્યાગધર્મનો જયનાદ ગજાવીને ઉજવાઈ રહ્યો છે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે નવ નવ મુમુક્ષુ આત્માઓનો દીક્ષા મહોત્સવ

 

19 વર્ષની ભર યુવાન વયે સંસાર ત્યજી રહેલાં મુમુક્ષુ શ્રી રિયાબેને કરેલાં સંસાર સાથે બ્રેક અપના ભાવવાહી દ્રશ્યો હજારો આંખોમાં અહોભાવની ધારા વહાવી ગયાં

 

પાસ્ટને વિશુદ્ધ કરવું તે જ સાધકનો સાધનાપથ હોય છે.

 

સ્વયંના નેચર પર સ્વયંનું જ અનુશાસન તે જ સાધના હોય.

 

પાસ્ટની મેમરી, પ્રેઝન્ટના નેચરનું કારણ હોય છે.

 

દીક્ષા તે લક્ષ ન હોય, મોક્ષ લક્ષને સિદ્ધ કરવા માટેનું શસ્ત્ર હોય.

 

– રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

 

ભૂતકાળની દરેકેદરેક મેમરીને વિશુદ્ધ કરીને ઇમોશન ફ્રી સાધકદશાનો કલ્યાણકારી લક્ષ આપી ગયો હતો રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં ઉજવાએલો નવ મુમુક્ષુ આત્માઓના શ્રી ભાગવતી જૈન દીક્ષાનો “સંયમ કીર્તનમ્” અવસર. અમેરિકાની શિરસસ્થ સંસ્થા જૈનાથી જોડાએલાં નોર્થ અમેરિકાના 70 સેન્ટર્સના હજારો ભાવિકો અને સમગ્ર ભારતના 108થી વધુ શ્રી સંઘોની શુભ ભાવના સાથે, અનેક સંસ્થાઓ, મહિલામંડળોની શુભેચ્છાઓ સાથે તેમજ ભારતના ખુણે ખુણેથી અને વિદેશના અનેક ક્ષેત્રોના જોડાએલાં હજારો ભાવિકોના અંતરના થનગનાટ સાથે ઉજ્વાઈ રહેલો આ દીક્ષા મહોત્સવ દશે દિશાઓમાં સંયમ ધર્મની વિજયવંતી ધ્વજા પતાકા લહેરાવીને આગળ વધી રહ્યો છે.

 

આજના અવસરે આયોજિત સંયમ કિર્તનમ્ અવસરમાં સંસારને સદા માટે વિદાય કરવા આવી રહેલાં મુમુક્ષુ શ્રી રિયાબેનની ગાજતી ગુંજતી શોભાયાત્રા ડુંગર દરબારના શામિયાણામાં પહોંચતાં જ દેવ વિમાન સમી સુંદર સજાવેલી પાલખીમાં સંયમ ઉપકરણોના માંગલ્ય સાથે કરાવવામાં આવેલી અહોભાવભીની પધરામણીએ સહુને અહોભાવિત કર્યા બાદ પરમ ગુરુદેવે પરમ વાણી વહાવતાં ફરમાવ્યું હતું કે, આપણાં અંદરમાંથી past ના જનમ- જનમની મેમરી રિફલેક્ટ થતી હોય છે અને એ પાસ્ટની મેમરીને વિશુદ્ધ કરવી તે જ એક સાધકનું સાધનાપથ હોય છે. પાસ્ટની મેમરીથી મુક્ત બનવાનો પુરુષાર્થ તે જ પ્રવ્રજર્યા, તે જ દીક્ષા હોય છે. પોતાના જ નેચર પર પોતાનું જ અનુશાસન કરવું તે જ સાધના હોય છે. એવી સાધનાથી સભર હોય છે દીક્ષાનું જીવન પરંતુ દીક્ષા તે લક્ષ ન હોય, મોક્ષ લક્ષને સિદ્ધ કરવા માટેનું શસ્ત્ર તે દીક્ષા હોય.

 

માત્ર 19 વર્ષની ભર યૌવનવયમાં સંસાર ત્યજી સંયમ પંથે પ્રયાણ કરી રહેલાં મુમુક્ષુ શ્રી રિયાબેનના સંસારભાવથી સંયમભાવમાં થએલાં પરિવર્તનને દર્શાવતાં “સંસાર વર્સેસ સંસ્કાર” ના ભાવવાહી દ્રશ્યો સાથે જ આ અવસરે આંખ પર સંસારના પ્રલોભનોની પટ્ટી બાંધીને શ્રી રિયાબેને પ્રગટ કર્યા જ્યારે એવા સંયમભાવ કે, “આજે હું મારા સ્નેહી સ્વજ્નોને ગુડ બાઇ કરવા નહીં પરંતુ જેના પ્રેમમાં, જેના પ્રલોભનોમાં હું અંધ બનીને અંધકારમાં ભટકી ગઈ હતી એવા આ સંસાર સાથે સદાને માટે બ્રેક અપ કરવા આવી છું” ત્યારે દરેકેદરેક હૃદય રિયાબેનના વૈરાગ્યભાવો પ્રત્યે ધન્ય ધન્ય પોકારી ઉઠ્યાં હતાં.

 

એ સાથે જ, આ અવસરે મુમુક્ષુ શ્રી રિયાબેનના માતા-પિતાએ વીરતાપૂર્વક દીકરીને શાસનના શરણે અર્પણ કરતી અભિવ્યક્તિ અને પરમ ગુરુદેવ પ્રત્યેની ઉપકાર અભિવ્યક્તિ કરતાં સહુએ એમના પ્રત્યે ગૌરવની અનુભૂતિ કરી હતી. ઉપરાંતમાં મુમુક્ષુ શ્રી રિયાબેન દ્વારા રચાયેલી તેમના સંયમ ભાવોને વ્યક્ત કરતી અલગ અલગ કવિતાની બૂક ‘ધ સ્ટેક ઓફ થૉટસ્’નું વિમોચન પરમ ગુરુદેવના હસ્તે કરવામાં આવતાં હર્ષ હર્ષ છવાયો હતો.

 

વિશેષમાં, મુમુક્ષુ શ્રી રિયાબેન દ્વારા સંસારી સ્વજનો સાથે કરવામાં આવેલાં સંસાર જીવનના અંતિમ રક્ષાબંધનના સ્નેહભીના દ્રશ્યો, માતા-પિતા સાથે શ્રી રિયાબેને અત્યંત અહોભાવપૂર્વક કરેલાં રજોહરણ નૃત્યની એ પાવન ક્ષણો અને પ્રભુ પરંપરાને અનુસરતાં શ્રી રિયાબેને કરેલાં દિવ્ય વર્ષીદાનથી વરસતો આજનો અવસર સહુની આત્મધરા પર ત્યાગ ભાવનાના અમી છાંટણા વરસાવી ગયો.

 

દીક્ષાર્થીઓની ત્યાગભાવનાની અનુમોદના કરવા આ અવસરે વિશેષભાવો સાથે દક્ષિણ ગુજરાતના અમલસાડ ક્ષેત્રની જૈન પાઠશાળાના બાળકોએ અદભુત્ નૃત્ય પ્રસ્તુતિ કરીને દીક્ષાર્થીઓના શૌર્યને બિરદાવ્યો હતો. સમગ્ર ભારતના અનેક ક્ષેત્રોના હજારો અબોલ જીવો, અનાથાશ્રમના બાળકો, વૃધ્ધાશ્રમના વૃધ્ધો, ગરીબો અને વેદનાગ્રસ્ત દર્દીઓ જેવા હજારો જીવોને છેલ્લાં કેટલાંય દિવસથી અર્હમ્ યુવા સેવા ગ્રુપ દ્વારા આ દીક્ષા મહોત્સવની અનુમોદના સ્વરૂપ સહાય પામી, શાંતિ-સમાધિ અનુભવી રહ્યાં છે ત્યારે અંતરના ભક્તિભીના ભાવો સાથે જોડાઈને ધન્ય બનવા દરેક ભવ્ય જીવોને આ દીક્ષા મહોત્સવ અંતર્ગત આગામી તારીખ 18th ફેબ્રુઆરી 2020 શુક્રવાર વહેલી સવારે મંડપ મુહૂર્ત તેમજ 9:00 કલાકે “સંયમ સ્પર્શનમ” ના અવસરે આમંત્રિત કરવામાં આવ્યાં છે.

 

Sansar vs Sanskar-6
Sansar vs Sanskar-5
Sansar vs Sanskar-3
Sansar vs Sanskar-2
Sansar vs Sanskar-1

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208