Explore Themes

Avoid Enemies

images
Language : English

सयं तिवायए पाणे, अदुवा अण्णेहिं घायए ।

 

हणंतं वाऽणुजाणाइ, वेरं वड्ढेइ अप्पणो ॥

 

Shree Suyagadang Sutra Part 1 | Adhyan | Udeddeshak 1| Gatha – 3


English     |     हिन्दी     |    ગુજરાતી


Essence:

 

The one who himself kills animals, motivates or commands others to kill them, or appreciates the ones who kill animals, increases an inner animosity with the soul of the animal which is being killed, and also with his own soul.

 

Interpretation:

 

In our entire life, we meet innumerable people. An acquaintance with some people arouses feelings of affection and friendship. But many a times, we have a negative feeling and enmity towards an unknown person in our very first acquaintance. The deep-seated reason why we like some people and we dislike some people has been revealed by Bhagwan Mahavir as – When we hurt or kill any living being, when we command or enable someone to kill a living being, and when we appreciate and support someone who is killing a living being; at that time, the living being which is being killed experiences sentiments of tremendous anger, hatred, vengeance and retaliation towards the killer. That living being experiences a feeling of revenge and hatred towards his killer. This relationship of hatred continues in not just one life, but across several lifetimes. And thus, we sometimes experience an unexplainable feeling of dislike towards an unknown person. This very dislike can further materialise into hatred. And such animosity can bring several other bad qualities inside us, eventually making us our own enemy.

 

Till the time we do not end this tradition of hatred with that soul through various mediums such as endurance, compassion, forgiveness, regret, repentance, penance, etc., that living being continues to remain our enemy.

 

The crux of Jinaagams is that the one who does not hurt or harm any living being, who does not cause pain and sorrow to others, only he can reach a stage where he has no enemies in the entire world.


 

भावार्थ:

 

जो व्यक्ति स्वयं प्राणीओं का वध करता है, दूसरों के पास करवाता है और करनेवाले की अनुमोदना करता है वह हिंसा हो रहे प्राणी के साथ वैरभाव बढ़ाता है और स्वयं की आत्मा के साथ शत्रुता बढ़ाता है।

 

विवेचन:

 

इस जीवनकाल में हमें अनेक व्यक्तियों का संयोग होता है। किसी का संयोग हमारे अंदर में प्रियता और मित्रता के भावों को प्रगट करता है जब कि कई बार तो किसी अपरिचित व्यक्ति से प्रथम बार का संयोग भी  अप्रियता और  शत्रुता की भावना को जागृत करता है। कोई अप्रिय और कोई प्रिय ऐसा क्यूँ? इस रहस्य को उजागर करते हुए भगवान महावीर फरमाते है कि जब-जब हम कोई जीव की हिंसा करते हैं, अन्य के पास हिंसा करवाते है या किसी के द्वारा की हुई हिंसा की अनुमोदना अर्थात प्रशंसा करते है तब-तब जिस प्राणी की हिंसा की जाती है उसके मन में हिंसा करनेवाले के प्रति अत्यंत रोष,घृणा, द्वेष और प्रतिकार की क्रूर भावना जागती है और उस जीव के अंतर में हिंसक के प्रति वैरभाव उत्पन्न होकर बढ़ता जाता है जिसका परिणाम यह है कि वह मन ही मन हिंसक का द्वेषी बन जाता है। यह द्वेष की परंपरा जन्म जन्मांतर तक चलती है और इसलिए कोई अपरिचित का संयोग कभी अकारण द्वेष लाता है। वही द्वेष शत्रुता में भी परिणत हो सकता है, ऐसी शत्रुता ही हमारे अंदर अनेक अवगुणो का प्रवेश करवा के, हमें हमारे आत्मगुणों का नाश करवा के हमे स्वयं के शत्रु भी बनाती हैं।

 

इस वैर परंपरा को समता, दया, क्षमा, पश्चाताप, प्रायश्चित तप आदि उपायों से जब तक समाप्त नहीं किया जाता तब तक वह जीव हमारा शत्रु रहेता है।

 

जिनागम सार है कि, जो जीव किसी की हिंसा न करके किसीको दुःख और पीड़ा ना दे, उसकी इस जगत में किसी के साथ शत्रुता नहीं होती।


 

ભાવાર્થ:

 

જે વ્યક્તિ સ્વયં પ્રાણીઓનો વધ કરે છે, અન્ય પાસે કરાવે છે અને કરનારાની અનુમોદના કરે છે તે હિંસાનો ભોગ બની રહેલાં પ્રાણીની સાથે વેરભાવ વધારે છે અને સ્વયંની આત્મા સાથે શત્રુતા વધારે છે.

 

વિવેચન:

 

આ જીવનકાળમાં આપણને અનેક વ્યક્તિઓનો સંયોગ થતો હોય છે. કોઈકનો સંયોગ આપણી અંદરમાં પ્રિયતા અને મિત્રતાના ભાવો પ્રગટ કરે છે જ્યારે કેટલીવાર તો કોઈક અપરિચિત વ્યક્તિ સાથેનો પ્રથમવારનો સંયોગ પણ અપ્રિયતા અને શત્રુતાની ભાવનાને જાગૃત કરે છે. કોઈ અપ્રિય અને કોઈ પ્રિય આવું કેમ? એ રહસ્યને ઉજાગર કરતાં ભગવાન મહાવીરે ફરમાવ્યું છે કે, જ્યારે-જ્યારે આપણે કોઈ જીવની હિંસા કરીએ છીએ, અન્ય પાસેથી કરાવીએ છીએ અથવા કોઈક દ્વારા થતી હિંસાની અનુમોદના અર્થાત્ પ્રશંસા કરીએ છીએ ત્યારે-ત્યારે જે પ્રાણી હિંસાનો ભોગ બનતો હોય એના મનમાં હિંસા કરવાવાળા પ્રત્યે અત્યંત રોષ, ઘૃણા, દ્વેષ અને પ્રતિકારની ક્રૂર ભાવના જાગે છે અને તે જીવના અંતરમાં હિંસક પ્રત્યે વેરભાવ ઉત્પન્ન થઈને વધતો રહે છે. જેના પરિણામે તે મનમાં ને મનમાં હિંસકનો દ્વેષી બની જાય છે. આ દ્વેષની પરંપરા જન્મ – જન્માંતર સુધી ચાલતી રહે છે. એટલા માટે કોઈ અપરિચિતનો સંયોગ ક્યારેક અકારણ દ્વેષ લાવે છે. એ જ દ્વેષ શત્રુતામાં પણ પરિણત થઈ શકે છે, આવી શત્રુતા જ આપણી અંદરમાં અનેક અવગુણોનો પ્રવેશ કરાવીને આપણા આત્મગુણોનો નાશ કરાવી સ્વયંને સ્વયંનો શત્રુ બનાવે છે.

 

આ વૈર પરંપરાને સમતા, દયા, ક્ષમા, પશ્ચાતાપ, પ્રાયશ્ચિત તપ આદિ ઉપાયો દ્વારા જ્યાં સુધી સમાપ્ત નથી કરવામાં આવતી ત્યાં સુધી તે જીવ આપણો શત્રુ રહે છે.

 

જિનાગમ સાર છે કે, જે જીવો કોઈની હિંસા ન કરીને, કોઈને દુઃખ અને પીડા નથી આપતાં તેમની આ જગતમાં કોઈની સાથે શત્રુતા નથી હોતી.

Tag Not Include
Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208