Explore Themes

154 fasts in 187 days|TappKesari Param Pavitra Muni Maharaj Saheb’s Tapp Anumodna

images
Language : Gujarati

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબના તપોત્સવ અવસરે હજારો ઘટમાં અત્યંત ઉત્સાહ ભાવે ઊજવાઈ રહ્યો તપોત્સવ

એક અજોડ ઇતિહાસ સર્જીને 187 દિવસમાં 154 ઉપવાસની સાધના કરી રહેલાં તપકેસરી મુનિના વધામણાં કરતી ભવ્યાતિભવ્ય અનુમોદના યાત્રાનું અનેરું આયોજન 9th માર્ચ આવતીકાલ બુધવારે

હજારો જૈન પરિવારોએ કંદમૂળના પચ્ચક્ખાણ લઈને તપસ્વીની અનુમોદના કરી

લગ્ન પ્રસંગે જમણવારમાં કંદમૂળ ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની લઘુસિંહનિષ્ક્રીડિત મહાતપ સાધનાનો પાવનધામના આંગણે ઉજવાઇ રહેલો તપોત્સવ અત્ર-તત્ર-સર્વત્ર તપધર્મ અને તપસ્વી આત્માની જયકાર વર્તાવી રહ્યો છે.

187 દિવસના સમયગાળામાં 154 દિવસના ઉપવાસની અત્યંત કઠોર તપ સાધના કરી રહેલા તપકેસરી મુનિરાજની અનુમોદના સ્વરૂપ ચાલી રહેલા આ તપોત્સવ અવસરે પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમથી જોડાયેલા હજારો ભાવિકોની આત્મદૃષ્ટિને ઉજાગર કરી દેનારી મધુરવાણી ફરમાવતા પરમ ગુરુદેવે કહ્યું હતું કે, જગતના અનંત જીવો માટે દરેક નવો દિવસ ભોજનના પારણાનો જ દિવસ બનતો હોય ત્યારે કોઈક જ એવા ત્યાગી તપસ્વી આત્મા એવા હોય છે જેના માટે ક્યારેક જ પારણાનો દિવસ અને દરરોજ તપશ્ચર્યા માટેનો દિવસ બનતો હોય છે. ભોજન લેનારા જગતના અનંત જીવો જ્યારે અસંખ્ય જીવો માટે ક્રૂર અને હિંસક બની રહ્યા છે ત્યારે તપશ્ચર્યા કરનારા આત્મા અસંખ્ય જીવોના પ્રેમી અને અહિંસક બની રહ્યા છે. કેમ કે પરમાત્મા કહે છે ભોજનનો દરેક કોળીયો અસંખ્ય જીવોની હિંસાથી સર્જાતો હોય છે. અન્ય જીવોના મૃત્યુ વિના કદી કોઈનું ભોજન બનતું નથી. જ્યારે કે, તપશ્ચર્યા કરીને ભોજનનો ત્યાગ કરનારા આત્માઓ અસંખ્ય જીવોને અભયદાન આપીને એમના પર પ્રેમનો ધોધ વરસાવી રહ્યા છે. માટે જ તપશ્ચર્યા તે અભયદાનનો ઉત્સવ હોય, પ્રેમનો મહોત્સવ હોય. તપશ્ચર્યા કરતા કરતા જેના અંતરમાં જીવો પ્રત્યેની કોમળતા વધતી જાય એની તપશ્ચર્યા સાર્થક બની જાય છે.

સમગ્ર જિનશાસનને અનેરું ગૌરવ બક્ષનારી તપશ્ચર્યા કરનારા તપકેસરી મુનિરાજને ધર્મસંસ્કારોથી સંસ્કારિત કરનારા એવા એમના રત્નકુક્ષિણી માતા શ્રી રૂપલબેન હેમલભાઈ દોશીનું આ અવસરે ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના માનનીય ટ્રસ્ટી શ્રી મુળુભાઇ દેસાઈ, શ્રી જયંતભાઈ જોબાલીયા, શ્રી પ્રફુલભાઈ શાહ, શ્રી ઊર્મિલાબેન શાહ આદિના હસ્તે શાલ, સિલ્વર કળશ અને સિલ્વર કોઈન અર્પણ કરીને ભાવભીનું સન્માન કરવામાં આવતા એક અનોખી સંવેદના પ્રસરી ગઇ હતી.
તપસ્વી મુનિરાજની અનુમોદના કરતી કર્ણપ્રિય સાંજી સ્તવનાના ફેલાઈ રહેલા સુરોની સાથે જ આવતીકાલ તા. 9/3/2022 બુધવારે સવારના 8:30 કલાકે તપ અનુમોદના યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન માતુશ્રી ઉષાબેન પટેલ તથા કુંદનબેન પારેખ – શ્રી પૂર્વીબેન કેતનભાઈ પટેલના આંગણેથી તેમજ તા.11/03/2022ના દિવસે માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી બાદશાહ પરિવારના આંગણેથી આયોજિત કરવામાં આવી છે.

અનેક પ્રકારની વિવિધતાથી શોભતી આ ભવ્ય અનુમોદના યાત્રા બોરીવલી કાંદિવલીના રાજમાર્ગોને ગુંજવતી પાવનધામના આંગણે વિરામ પામશે. આ અવસરે અનુમોદનાના ભાવ સાથે દરેક ધર્મપ્રેમી ભાવિકોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

એ સાથે જ પરમ ગુરુદેવના શ્રીમુખેથી 16 દિવસ પહેલા દીક્ષા અંગિકાર કરનારા 9 આત્માઓમાંથી નૂતન દીક્ષિત પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીએ દીક્ષાગ્રહણ પછી પાત્રામાં એક પણ વાર આહાર ન કરીને 16 ઉપવાસની આરાધના સાથે આગળ વધતાં સંયમ જીવનમાં આગળ વધી રહ્યા છે ત્યારે આવો આપણે સહુ જોડાઈ જઈએ મહાતપ અને મહાતપસ્વીની અનુમોદના કરી ધન્ય બની જઈએ.

 

TappKesari1
TappKesari2
TappKesari3
TappKesari4

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208